મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુઝ હૈયા માં વહયા કરે
શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે / (2)
ગુણ થી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારુ નૃત્ય કરે (2)
એ સંતો ના ચારણ કમલ માં, મુજ જીવનનું અર્થ રહે
દિન ક્રૂર ને ધર્મ વિહોણા, દેખી દિલ માં દર્દ રહે (2)
કરુણા ભીની આખો માંથી, અશ્રુ નો શુભ - શોસ્ત્ર વહે
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું,.........
માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઉભો રહું (2)
કરે ઉપેક્ષા એ મારગ ની, તોય સમતા ચિત્ત ધરું
માનવતા ની ધર્મ ભાવના, હૈયે સવ માનવ લાવે
વેર - ઝેર ના પાપ તજી ને મંગળ ગીતો એ ગાયે
મૈત્રી ભાવ નું પવિત્ર ઝરણું..........
No comments:
Post a Comment