હે... પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારોં સાંભળજે
તારી બેડલી ને બુડવા નહિ દવું, તારી નાવડી ને ડુબવા નહિ દવું, જાડેજા રે, એમ તોરલ કે છે જી, હો જી રે એમ તોરલ કે છે જી...
હે... હરણ હણ્યાં લખ ચાર તોડી રાણી, હરણ હણ્યાં લખ ચાર રે...
આ વન ના રે મોરલા મારિયા, મેં તો વન ના રે મોરલા મારિયા, તોળાંદે રે, એમ જેસલ કે છે જી, હો જી રે એમ જાડેજો કે છે જી...
હે... તોડી સરોવર પાળ સતી રાણી, તોડી સરોવર પાળ રે...
મેં તો ગોવધન તરસ્યા વાડિયા, મેં તો ગોવધન તરસ્યા વાડિયા, તોળાંદે રે, એમ જેસલ કે છે જી, હો જી રે એમ જાડેજો કે છે જી...
હે... લુંડી કુંવારી જાન સતી મેં, લુંડી કુંવારી જાન રે...
મેતો સાત વિસ મોડ બંધા મારિયા, મેં તો સાત વિસ મોડ બંધા મારિયા, તોળાંદે રે, એમ જેસલ કે છે જી, એ માં જાડેજો કે છે જી...
હે... જેડલા મથે જા વાળ સતી નારી, જેટલા મથે જા વાળ રે...
એટલા કરમ તો મેં કર્યા, મેં તો એટલા જ કરમ મેં કર્યા, તોળાંદે રે, એમ જેસલ કે છે જી એમ જાડેજો કે છે જી...
હે... બોલ્યા જેસલ રાય તોળાંદે, બોલ્યા જેસલ રે રાય રે...
તમે તર્યા ને અમને તારજો, તમે તર્યા ને અમને તારજો, તોળાંદે રે, એમ જેસલ કે છે જી, એમ જાડેજો કે છે જી...
No comments:
Post a Comment