માતા કૌશલ્યા ના બાળ, પિતા દશરથ ના કુમાર કે રાણી સીતા ના ભરથાર, જમવા પધારો મારે આંગણે, હો મારે આગને
કરુણા સાગર દિન દયાલ આખી દુનિયા ના આધાર, સંતો ભક્તો ના રખેવાળ, જમવા પધારો મારે આંગણે, હો મારે આગણે
હો.. કેરી કેરા પાપેયા સાકાર શેરડી,
ઓ.. લીલી દ્રાક્ષ નારંગી આલબેલડી
દાડમ દાણા બેસુમાર, આલુ જાંબુ નો નહીં પાર, આપું અંજીર અપાર, જમવા પધારો મારે આંગણે, હો મારે આંગણે
હો.. શિરો પુરી જલેબી તળિયા ચુરમા
ઓ.. ઢેબર ઘારી તળિયા છે ઘી ના પુર માં
કોડે કીધો છે કંસાર, ભાત કેસરિયા ને દાળ, શાક તાજા મજેદાર જમવા પધારો મારે આંગણે, હો મારે આંગણે
હો.. દર્શન કરવા અધીરી મારી આંખડી,
ઓ.. ઉજવળ હૈયે, જુવે છે તારી વાટડી
ભોજન કીધા છે તૈયાર, રૂડો અજવાડલો થાળ, વહેતી ગંગાજી ની ધાર, જમવા પધારો મારે આંગણે, હો મારે આંગણે
હો.. તેડી લાવો સીતાજી ને સાથ માં
ઓ.. જમ્યા પછી આરોગો બીડી પાનના
અમૃત ઘર ના છે જુહાર, સંશય રાખો નહિ લગાર, આવો આવો મારે દ્વાર, જમવા પધારો મારે આંગણે, હો મારે આંગણે
No comments:
Post a Comment