હરિ હળવે - હળવે હંકારે, મારું ગાડું ભરેલ ભારી
મેં તો લગામ લીધી હાથ હરિને, હરિ ચાહે તો પાર ઉતારે / (2)
કાયા કોઠીમાં કુડા કરકટ ખાખ ભરેલા છે
કોઈની આંતરડી બાળે એવા અવગુણ ઉર ભરેલા છે
કંઈક કંકર કુસુમ કાંટો ને, કોઈનું પાપ પુકારે
હરિ હળવે - હળવે હંકારે.........
દેવની ડેલી દૂર નથી કંઈક કરની કરેલ કહી દે છે
વધ્યું ઘટ્યું કઈ હોય તો પીડ ને કાજે દઈ દેજે
સતના જેવી મુડી નથી કંઈ આવી તારી સાથે
હરિ હળવે - હળવે હંકારે.............
No comments:
Post a Comment