(1) હે... સર - સર પર અધર અમરતર, અનુસર કર કર વર ઘર મેલ કરે, હરિ હર સુર અવર અછર અતિ મનહર, ભર - ભર અતિ ઉર હરખ ભરે નિરખત નર પ્રવર ગણ નીર જર નિકટ શિર સવર નમે, ઘણ રવ પટ ફરર - ઘરર પગ ઘુઘર રંગ ભર સુંદીર શ્યામ રમે - (2)
(2) હે... જટ પટ પટ ઉલટ પલટ નટ વટ ઝટ લટ પટ કટ ઘટ નિપટ લલે, કોકટ અતિ ઉકટ ત્રિકટ ગતિ ધિન કટ મન ડર મન લટ લપટ લલે, જમુના તટ પ્રગટ અમર અટ રટ જુટ સુર પર ખેખર તેણ સમે, ઘણ રવ પટ ફરર - ઘરર પગ ઘુઘર રંગ ભર સુંદીર શ્યામ રમે (2)
(3) હે... બોલે વાંકડિયા વાર, જુવે કાળજા ની કોર, જુવે નંદ ના કિશોર સૌવ આવો રે આવો, મૂકી આન માન પાન ભૂલી ગાવ સાન ભાન ભુલી, ગીત કાનુડા કાન કેરા ગાવો રે ગાવો, એવા બાલ રે ગોપાલ સજી રુપ ને રસાલ નાચે સાવ એક તાલ થઈ ઘેલા રે ઘેલા, વ્રજ કિરણ નો નાર આજ નંદજી ને દ્વાર જુવો પ્રભુ અવતાર આવો પહેલા રે પહેલા
No comments:
Post a Comment