ભોળી રે ભરવાડણ હારીને, વેચવા ચાલી
સોળ સહસ્ત્ર ગોપીનો વહાલો, મટુકી માં ઘાલી
અનાથ ના નાથ ને વેચે આહીર ની નારી
શેરીએ - શેરીએ સાદ પાડે, લ્યો કોઈ મોરારી
મટુકી ઉતારી માંહી મોરલી વાગી
વ્રજ નારી ને મુખ જોતા મૂરછા લાગી
બ્રહ્માદિક ઇંદ્રાદિક સરખા કૌતક એ દેખે
ચૌદ લોકના નાથને કોઈ મટુકીમાં દેખે
ગોવાલણ ના ભાગ્યે પ્રગટ્યા અંતરયામી
દાસલડાં ને લાડ લડાવે નર્સેય ના સ્વામી
No comments:
Post a Comment