Saturday, 25 November 2017

ગણપતિ આયો બાપા રિદ્ધિ - સિદ્ધિ લાયો


ગણપતિ આયો બાપા, રિદ્ધિ - સિદ્ધિ લાયો  (2)
હે... ગજાનંદ આયો બાપા, રિદ્ધિ - સિદ્ધિ લાયો  (2)

ગૌરી નો નંદ આયો, શિવજી નો બાળ આયો...                 
                         આયો રે આયો બાપા, એક દંતવાળો 
હેતે ને પ્રીતે બાપા, ધરાયો લાડુ મે તો...                            
                          ઘેર -ઘેર બાપા તારા ગુણલા ગવાતા  
હે... ગણપતિ આયો બાપા હો... (2) રિદ્ધિ - સિદ્ધિ લાયો 
નિર્ભય બાપા તેતો નાદ સુણાયો, ગજાનંદ આયો રિદ્ધિ -સિદ્ધિ લાયો 

દેવ દુંદાળો બાપા, મુખે સુંઢાંળો બાપા...                         
                           આયો રે આયો બાપા, ગણેશ રૂપાળો
હે સદાય સુખ નો દાતા, હે મુખે મલકાતો બાપા...         
                                   આયો રે આયો બાપા દુઃખ હરનારો 
હે... ગણપતિ આયો બાપા હો... (2) રિદ્ધિ - સિદ્ધિ લાયો 
નિર્ભય બાપા તેતો નાદ સુણાયો, ગજાનંદ આયો રિદ્ધિ - સિદ્ધિ લાયો 

ગંગા ને જમુના બાપા, પધારી પગ માં બાપા...                
                        બ્રહ્મા ને વિષ્ણુ તારા ધ્યાંન રે ધરંતા 
દેવ દાનવ માં બાપા, પહેલા પુંજતા બાપા...                   
                        ભજન મંડળ તારા ગુણલા રે ગાતા 
હે... ગણપતિ આયો બાપા હો... (2) રિદ્ધિ - સિદ્ધિ લાયો 
નિર્ભય બાપા તેતો નાદ સુણાયો, ગજાનંદ આયો રિદ્ધિ - સિદ્ધિ લાયો 



gujrati bhajan, gujrati bhajan lyrics




               

1 comment:

ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...