હવેલી બંધાવી દઉં, શ્રીજી તારા નામની (2)
ધજાઓ ફરકાવી દઉં, હરિ તારા નામ ની / (2)
રેતી એ પ્રેમ ની લાવી, હૂતો લાવી સ્નેહ ની ઈંટો (2)
રેડી ને લાગણીયો મેં, ચણાવી છે ભાવની ભીંતો (2)
હો... દીવાલો રંગાવી દઉં, ગોકુળીયા ગામ ની
ધજાઓ ફરકાવી દઉં..............
માનવ તણા ફળિયે મેં, બોલાવ્યા મેં દેવો ને (2)
સત્સંગ ને આપનાવી ને, છોડી મેં કુટેવો ને (2)
હો... હૃદય માં કંડારી દઉં, વદન શ્રીનાથ નું
ધજાઓ ફરકાવી દઉં..................
No comments:
Post a Comment