Tuesday, 20 February 2018

ગણપતિ ચાલીસા


દોહા : - 
જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ
              વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ 

ચોપાઈ : - 

જય જય જય ગણપતિ ગણરાજુ । મંગલ ભરણ કરણ શુભ કાજુ ।। 1
જય ગજબદન સદન સુખદાતા । તિલક ત્રિપુણ ભાલ મન ભાવન ।। 2

વક્ર તુંડ  શુચિ શુડ  સુહાવન । તિલક  ત્રિપુડા ભાલ  મન  ભાવન ।। 3 
રાજત મણિ મુક્તન ઉર માલા । સ્વર્ણ મુકુટ શિર નયન વિશાલ ।। 4 

પુસ્તક   પાણિ   કુઠાર   ત્રિશૂલ ।  મોદક   ભોગ   સુગન્ધિત  ફૂલ ।। 5 
સુન્દર પીતામ્બર તન સાજિત । ચરણ પાદુકા મુનિ મન રાજિત ।। 6 

ધની શિવ સુવન ષડાનન ભ્રાતા । ગૌરી લલન વિશ્વ - વિખ્યાત ।। 7
રિદ્ધિ - સિદ્ધિ  તવ  ચંવર  સુધારે  ।  મૂષક  વાહન  સોહત   દ્વારે ।। 8

કહૌ જન્મ શુભ કથા તુમ્હારી ।  અતિ  શુચિ  પાવન  મંગલકારી ।। 9 
એક  સમય  ગિરિરાજ  કુમારી  । પુત્ર  હેતુ  તપ  કીન્હો  ભારી  ।। 10

ભયો યજ્ઞ જબ પૂર્ણ અનૂપ । તબ પહુચ્યો તુમ ધરિ દ્વિજ રૂપા ।। 11
અતિથિ જાનિ કૈ ગૌરી સુખારી । બહુવિધિ સેવા કરી તુમ્હારી ।। 12

અતિ પ્રસન્ન હે તુમ વર દીન્હા । માતુ પુત્ર હિત જો તપ કીન્હા ।। 13
મિલહી પુત્ર તુહી બુદ્ધિ વિશાલા । બીના ગર્ભ ધારણ યહી કાલા ।। 14

ગણનાયક ગુણ  જ્ઞાન નીધાના । પૂજિત પ્રથમ રૂપ ભગવાના ।। 15
અસ કહી અંતર્ધ્યાન રૂપ હે ।  પલના  પર બાલક  સ્વરૂપ હે ।। 16

બનિ શિશુ રુદન જબહીં તુમ ઠાના । લખિ મુખ સુખ નહિ ગૌરી સમાના 
સકલ મગન સુખ મંગલ ગાવહીં । નભ તે સુરન સુમન વર્ષા વહીં ।। 18 

શમ્ભુ ઉમા બહુ દાન લુટા વહીં । સુર મુનિજન સુત દેખન આવહીં ।। 19 
લખી  અતિ  આનંદ  મંગલ  સાજા । દેખન ભી આયે શનિ રાજા ।। 20 

નિજ અવગુણ ગુની શનિ મન માહી । બાલક દેખન ચાહત નાહી ।। 21
ગિરિજા કછુ મન ભેદ બઢાયો । ઉત્સવ મોર ન શનિ તુહી ભાયો ।। 22

કહન લગે શનિ મન સકુચાઈ । કા કરિહૌ શિશુ મોહી દિખાઈ ।। 23
નહિં વિશ્વાસ ઉમા ઉર ભયઊ । શનિ સૌ બાલક દેખન કહાઊ ।। 24

પડતહીં શનિ દ્દગ કોણ પ્રકાશા । બોલક સિર ઉડી ગયો અકાશા ।।25
ગિરિજા ગિરી વિકલ હે ધરણી । સો દુઃખ દશા ગયો નહિ વરણી ।। 26 

હાહાકાર મચ્યો કૈલાશા । શનિ કીન્હો લખિ સુત કો નાશા ।। 27 
તુરત ગરુડ ચઢી વિષ્ણુ સિધાયો । કોટી ચક્ર સો ગજ શિર લાયે ।। 28 

બાલક કે ધડ ઊપર ધાર્યો । પ્રાણ મંત્ર પઢિ શઁકર ડારયો ।। 29 
નામ ગણેશ શમ્ભુ તબ કીન્હેં । પ્રથમ પૂજન બુદ્ધિ નિધિ વન દીનહે ।। 30 

બુદ્ધિ પરીક્ષા જબ શિવ કીન્હા । પૃથ્વી કર પ્રદક્ષિણા લીન્હા ।। 31
ચલે ષડાનન ભરમી ભુલાઈ । રચે બૈઠ તુમ બુદ્ધિ ઉપાઈ ।। 32 

ધનિ ગણેશ કહી શિવ હિય હરષે । નભ તે સુરન સુમન બહુ બરસે ।।33 
ચરણ માતુ પિતું કે ધર લીન્હેં । તિનકે સાત પ્રદક્ષિણ કીન્હેં ।। 34 

તુમ્હારી મહિમા બુદ્ધિ બડાઈ । શેષ સહ સમુખ સકે ન ગાઈ ।। 35 
મેં મતિહીન મલીન દુખારી । કરહુ કૌન વિધિ વિનય તુમ્હારી ।। 36

ભજત રામસુન્દર પ્રભુ દાસા । જગ પ્રયાગ કકરા દુર્વાસા ।। 37 
અબ પ્રભુ દયા દિન પર કીજે । અપની ભક્તિ શક્તિ કછુ દીજે ।। 38 

શ્રી ગણેશ યહ ચાલીસા પાઠ કરે કર ધ્યાન ।। 39 
નિત નવ મંગલ ગૃહ બસે લહે જગત સન્માન ।। 40

દોહા :- 

સમ્વત અપન સહસ્ત્ર દશ ઋષિ પંચમી દિનેશ ।
પૂરણ ચાલીસા ભયો મંગલ મૂર્તિ ગણેશ ।। 


ગણપતિ ચાલીસા ganesh chalisha



Monday, 18 December 2017

હા રે મારુ રાખવાળું કરે જલારામ


હા રે મારુ રાખવાળું કરે જલારામ, બાપલિયો વીરપુર નો  (2) 
હા રે એના ચરણોમાં તરવાનું કામ, બાપલિયો વીરપુર નો (2) 

રાખી  સંભાળ એણે ઘણી  બચપણ માં 
પરચા   અનેક  પૂર્યા   એણે   જીવન  માં 
હા રે મેં તો એના કરમાં સોંપી છે લગામ
બાપલિયો વીરપુર નો.......... 

ભ્રમણામાં ભટકતો ત્યારે વારે - વારે ટોકતો 
મારગ   ભુલાઈ   ત્યારે   અંતર   થી   રોકતો 
હા રે એ તો  મારી  ચિંતાઓ  કરતો   તમામ
 બાપલિયો વીરપુર નો............. 

દુઃખ માં આવીને મારા દિલ ને હસાવતા 
ખાડા  ને   ટેકરા   થી   પડતાં   બચાવતો 
હા  રે  એ  તો   પુરા   કરે   અટકેલા   કામ
બાપલિયો વીરપુર નો............... 

કબજે  કરીને  બેઠો  એ તો મારો આત્મા 
રાખ્યો ભરોસો મેં તો જલા તારા નામમાં 
હા   રે   એક    ઘડી  ન   વિસરાતું    નામ
બાપલિયો વીરપુર નો................ 

પાંચે   પડી  ને   બાપા   માંગુ   છું   એટલું 
શક્તિ - ભક્તિ  અને  મુક્તિ આપો એટલું 
હા  રે  એ  તો  પુરશે  મારી  હૈયા ની  હામ 
બાપલિયો વીરપુર નો.................  


bhajan, gujrati bhajan, gujrati bhajan lyrics




શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન


શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવ ભય દારૂણમ 
નવ  કંજ  લોચન,  કંજ  મુખ  કર, કંજ પદ  કંજારુણમ 
શ્રી રામચંદ્ર...........

કંદર્પ   અગણિત  અમિત  છબી,  નવ - નીલ  નીરજ  સુંદરમ 
પટ પીત માનહુ, તડિત રુચિ સુચી નોમી જનક સુતાવરમ  
શ્રી રામચંદ્ર..............

શિર  મુકુટ  કુંડળ  તિલક ચારુ, ઉદાર અંગ વિભૂષણં 
આજાનુ ભુજ શર ચાપ ઘર, સંગ્રામ જીત ખર દુષણમ 
શ્રી રામચંદ્ર................. 

ભજ  દિન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ 
રઘુનંદ  આનંદ  કંદ  કૌશલ  ચંદ  દશરથ નંદનમ  
શ્રી રામચંદ્ર....................

ઇતિ વદતી તુલસી દાસ શંકર શેષ મુનિ મન રંજનમ 
મમ હૃદય કુંજ નિવાસ કરું કામાદિ ખલદલ ગંજનમ 
શ્રી રામચંદ્ર...................... 




bhajan, gujrati bhajan, gujrati bhajan lyrics




હાલને મોગલ બોલને મોગલ


હાલને મોગલ બોલને મોગલ, બાળ બોલાવે તોળા બાઈ 
હાલ વરુડી માં, બોલ વરુડી માં, બાળ બોલાવે તોળા બાઈ 

તરવેળા ની થઈ તૈયારી, માથે ઘરને માછરાળી, 
માથે ઘર લોઢાના દાંતવાળી 

હાલ વરુડી માં, માંડલિકે મર્યાદા મૂકી 
મોણીયા માથે મીટ માંડી 
ભુપત ને ભિખારી કીધો, ઝાઝી ખમ્માં નાંગલ આઈ 

હાલ વરુડી માં, સરધારે માં સિંહણ રે બનીને, 
બાકર માર્યો તે બાઈ 
ભરી રે બજારે ઊભો ચિરયો, ઝાઝી ખમમાં જીવણી આઈ 
હાલ વરુડી માં......

તિથલ તુને આઈ પુકારે, આવજે રાજલ ઉદાની, 
એની જેવી લાજ તે રાખી, ઝાઝી ખમમાં રાજલ આઈ 
હાલ વરુડી માં........

ખખડી ગાગળ વાળી તું પાછી, જોઈલે જેતી લાખાની 
મહીડો મારી રાજ ઉથાપ્યા, ઝાઝી ખમ્માં જેતલ આઈ 
હાલ વરુડી માં........... 

સીધમાં જે'દી સુમરે રોકી, જોહલ ધીરી આહીરની 
નવઘણ ની તે લાજું રાખી, ઝાઝી ખમ્માં વરુડી આઈ 
હાલ વરુડી માં........... 

ચારણ તારણ કારણ જન્મી, મઢડે તું મહામાઇ 
કે દાન તારા ગુણને ગાતા, ઝાઝી ખમ્માં સોનલ આઈ 
હાલ વરુડી માં.............  


bhajan, gujrati bhajan, gujrati bhajan lyrics








હે જી વ્હલા સગપણ કીધું મેં શ્યામશું


હે જી વ્હલા સગપણ કીધું મેં શ્યામશું મનમાં સમજી વિચારી  (2) 
આશા તજી સંસાર ની, ધાર્યા ઉરમાં મોરારી 

હે જી વ્હલા નિમષ ન મેલું નાથને, નેણું થકી ન્યારા  
પરમ સનેહી મારા શામળા રે, મને પ્રાણથી પ્યારા  

હે જી વ્હલા ભવ બ્રહ્માદિક મહામુનિ તેને દુર્લભ વા'લા  
તે રસિયો મુજને મળ્યો, નટવર નંદલાલો 

હે જી વ્હલા થઈ છું અધિક અલબેલડી લજ્જા લોકની મેલી 
મુક્તાનંદ ના નાથ શું, બાંધી દ્રઢ કરી બેલી  


bhajan, gujrati bhajan, gujrati bhajan lyrics





મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો


મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો  (2) 

જીવન વન અતિ વેગે વટાવ્યું (2)  દ્વાર ઉભો શિશુ ભોળો  
તિમુર ગયું ને જ્યોત પ્રકાશ્યો (2)  શિશુ ને ઉરમાં લ્યો લ્યો 
દયામય મંગલ મંદિર..............

નામ મધુર તમ રટ્યો નિરંતર (2) શિશુ સહ પ્રેમે બોલો  (2) 
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક (2) પ્રેમ અમીરસ ઢોળો 
દયામય મંગલ મંદિર...............


bhajan, gujrati bhajan, gujrati bhajan lyrics




Sunday, 17 December 2017

જીવન અંજલિ થાજો, મારુ જીવન


જીવન અંજલિ થાજો, મારુ જીવન અંજલિ થાજો  (2) 

ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યા નું જળ થાજો (2)
દિન દુખીયા ના આંસુ લો'તા (2)  અંતર કદી ન ધરજો 
મારુ જીવન અંજલિ થાજો..... 

સત ની કંટાળી કેડી પર, પુષ્પ બની પથરાજો (2)
ઝેર જગત ના જીરવી - જીરવી (2) અમૃત ઉરના પાજો 
મારુ જીવન અંજલિ થાજો.....

વણ થાક્યા ચરણો મારા નિત તારી સમીપ થાજો (2)
હૈયાના પ્રત્યેક સ્પન્દ ને (2) તારું નામ રટાજો 
મારુ જીવન અંજલિ થાજો..... 

વમળો ની વચ્ચે નેયા મુજ, હાલક ડોલક થાજો (2)
શ્રધ્ધા કેરો દિપક મારો (2) નવ કદીયે ઓલવાજો 
મારુ જીવન અંજલિ થાજો..... 


bhajan, gujrati bhajan, gujrati bhajan lyrics








ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...