પરણ્યું બંધાય, જસોદા ગાય લાલો મારો પરણિયા માં કયારે પોઠી જાય (2)
મારા લાલા ને હીંચકે હિચવું, હું તો ગીત મધુરા ગાવું (2)
એને મારા હૈયા માં સમાવું, હું તો એના હૈયે માં સમાવું (2)
એને મુખડું લાલમલાલ, એને ગુલાબી છે ગાલ, કેવો સુંદર સોહાય
પરણ્યું બંધાય.......................
હું તો ઇચ્છું કે જલ્દી ના જાગે, કોઈ રમાડવા એને ન માંગે (2)
એને બાંધ્યો છે કાળા ધાગે, એને કોઈ ની નજર ના લાગે (2)
મારો લાલો કરમાય, એ તો જોયું ના જાય, મારુ દિલડું દુભાઈ
પરણ્યું બંધાય..................
જયારે મોટો કનૈયો થાશે, એ તો ગાયો ચરવા ને જાશે (2)
હું તો મોટો કરું એ આશે, મારુ નામ અમર ગવાશે (2)
પુનિત પ્રેમમૃત પાપ, રામ ભક્ત વારી જાય, હું તો વારી વારી જાવ
પરણ્યું બંધાય.................
No comments:
Post a Comment