તારા દુઃખ ને ખંખેરી નાખ, તારા સુખ ને વિખેરી નાખ (2)
પાણી માં કમળ ની થઈ ને પાંખ, જીવતર નું ગાડું હાંક
સંસારી રે.. તારા રામ નો ભરોસો તું રાખ...
માટીના રમકડાં ઘડનારા એ એવા ઘડ્યા
ઓછું પડે એને કાંખનું કામ, જીવતરનું ગાડું હાક...
તારું ધર્યું કાઈ ના થાતું, હરિ કરે સો હોય
ચકલા - ચકલી બે માળો બાંધ્યો ને પીંખી નાખે કોય
ટળ્યા ટળે નહિ લેખ લલાટે, એમાં કોનો વાંક, જીવતર નું ગાડું હાક...
કાપડ ફાટ્યું હોય તો તાણો નહિ ને તુણીયે
પણ કાળજું ફાટું હોય તો કોઈ કાળે સંધાય નહિ
કેડી કંટાળી વાટ અટપટી દૂર છે તારો મુકામ...
મન મૂકીને સોંપી દે તું, હરિને હાથ લગામ
હે ભીતરનો ભરમ તારો ઉપરવાળો એક જ જાણે...
અમથી ના ભીની કર આંખ,
જીવતરનું ગાડું હાક.....
No comments:
Post a Comment