Wednesday, 29 November 2017

મન નો મોરલિયો રટે તારું નામ


મન નો મોરલિયો રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો મારા રામ  (2)
એક વાર આવી પુરે હૈયા કેરી હામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ 
મન નો મોરલિયો.................

દિવસ ઉગે ને મારી ઉગતી રે આશા, 
સંધ્યાં  ઢળે ને મને  મળતી  નિરાશા 
રાત  દિવસ  મને  સુઝે  નહિ  કામ 
મારી ઝૂંપડીએ આવો  મારા  રામ  
મન નો મોરલિયો..........................

અખલડીયે  મને  ઓછું  દેખાય  છે  
દર્શન  વિના  મારુ  દલડું  દુભાય  છે 
નહિ રે આવો તો વ્હાલા જશે મારા પ્રાણ 
મારી  ઝૂંપડીએ  આવો  મારા  રામ  
મન નો મોરલિયો...........................

એકવાર વ્હાલા તારી ઝાંખી જો થાયે 
આંસુ  ના  દેતાં  જોવું  તારા  દ્વારે 
માંગુ  સદા  તારા  ચરણો  માં  વાસ  
મારી  ઝૂંપડીએ  આવો  મારા  રામ  
મન નો મોરલિયો............................


gujrati bhajan, gujrati bahjan lyrics



1 comment:

ગણપતિ ચાલીસા

દોહા : -  જય ગણપતિ સગુણ સદન, કવિ વર બદન કૃપાલ               વિઘ્ન હરણ મંગલ કરણ જય - જય ગિરિજાલાલ  ચોપાઈ : -  જય જય જય ગણપતિ ...