સાચા સત્સંગ માં રે, આજ મને વાલો દેખાય છે
ભક્તિ ના રંગ માં રે, આજ મને લાલો દેખાય છે
જૂનાગઢ ગામ છે ને નાગરો ની નાત છે (2)
નરસૈયા ના ધામ માં રે, આજ મને લાલો દેખાય છે
સાચા સત્સંગ માં..........
ચિતોડ ગામ છે ને મેવાડા ની નાત છે (2)
મીરાં ના ઝેર માં રે, આજ મને લાલો દેખાય છે
સાચા સત્સંગ માં............
જાદવ કુળ છે ને પાંડવો નું નામ છે (2)
દ્રૌપદી ના ચીર માં રે આજ મને લાલો દેખાય છે
સાચા સત્સંગ માં...........
વિરપુર ગામ છે ને લુવાણા ની નાત છે (2)
જલારામ ના ધામ માં રે આજ મને લાલો દેખાય છે
સાચા સત્સંગ માં............
ગોકુળયું ગામ છે ને તીરથ નું ધામ છે (2)
જશોદા ની ગોદ માં રે આજ મને લાલો દેખાય છે
સાચા સત્સંગ માં............
No comments:
Post a Comment